કિનારે હાથ પકડી ને મહાલે,એવા નવીન સબંધો તો મળી શકે.
મધદરિયે તોફાન માં સંગ ના છોડે ,એવા જુજ સબંધો જ બાંધે મને.
ઘડી વાર મળી ને હાસ્ય વરસાવે એવા,ઘણાં પ્રિય પાત્ર તો મળી શકે.
પળ પળ સાથે રહી ને જીવન ભર, સ્મિત આપી શકે એ પ્રિયજન આકર્ષે મને .
રડતી આંખો માં સ્મિત ઢોળી દે ,એવા ગાઢ મિત્રો અનેક મળી શકે.
હસતાં હસતાં આંખો આશું થી ભરી દે, એવા જુજ મિત્રો સાંભરે મને.
રસ્તે ચાલતા પડી જવાય, તો હાથ લંબાવી ઉભા કરે એવા સ્વજન મળી શકે.
ઉઠવાની સ્થીતી માં ન હોઉં ને પીઠબળ આપે, એ સલાહકાર ની જન્ખના મને.